અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
દાવત, હકક-ઉન-નફ્સ નો જવાબ આપો. ના આપી શકો તો લૂંટ બંધ કરો.
હકક-ઉન-નફ્સ, જેમાં દાવત મર્હુમ ની ફેમિલી પાસેથી જીવ ના પૈસા લે છે, મર્હુમ ની બક્ષીશ માટે મોટી રકમ લે છે. દાવત એમ કહે છે કે મર્હુમ ના ફેમિલી વાલા દાવત ને હકક-ઉન-નફ્સ ના (જીવ ના), પૈસા નહિ આપે તો મર્હુમ ની રૂહ ભટકતી રહેશે.
પણ સચ્ચાઈ એ છે કે હકક-ઉન-નફ્સ ઇસ્લામ માં છેજ નહિ. તમને એક પણ દીની કિતાબ નહિ મળે જેમાં હકક-ઉન-નફ્સ નો ઝિક્ર હોય. તો અમે દાવત ને ચેલેન્જ કરીયે છે કે તમે સિર્ફ એક કિતાબ બતાવો જેમાં લખેલું હોય કે મર્હુમ ની જીવ ના પૈસા દાવત ને આપવાના હોય. નહિ આપો તો સાબિત થઇ જશે કે તમે સિર્ફ પૈસા લૂંટવા બનાવટ કરીને આ બધું ઉભું કરેલું છે જેમાં કોઈ સચ્ચાઈ નથી.
એક બીજો નઝરીયો સમજહીયે. માની લો કે એક મુમીન જે નમાઝી હોય, દીન ના બિલકુલ પાબંદ હોય, હાજી હોય, ઝવવાર હોય, પાક અને ઈમાનદાર હોય તે ગુઝરી જાય અને તેની ઔલાદ હકક-ઉન-નફ્સ ના આપે તો આ મર્હુમ ની રૂહ ભટકા કરે? જો દાવત હા કહે કે તો પછી મર્હુમ ની નમાઝ નેકી હજ નો સવાબ ક્યાં ગયા? મર્હુમ ની ઔલાદ રકમ નથી આપતી તેમાં મર્હુમ નો શું વાન્ક?
એક ઔર નઝરીયો. ઇસ્લામ માં ઝકાત, નમાજ, રોઝા, દરેક ની ગિનતી સાફ શબ્દો માં લખેલી છે. તો પછી હકક-ઉન-નફ્સ કેવી રીતે ગિનવાના તે ઇસ્લામ મા કેમ નથી? એની રકમ દાવત શુકામ નક્કી કરે? અને જે રકમ હકક-ઉન-નફ્સ ની દાવત લે છે તે ક્યાં વાપરે છે? મિલ્કતો લેવામાં? આ તો મુર્દા નો માલ મહેલ થયા. તે લેવા ની ઈજાઝત કઈ કિતાબ મા છે?
દાવત, હકક-ઉન-નફ્સ ના આ સવાલ જે અમે પૂછેલા છે તેનો જવાબ આપો. અમે પરચા મા અને કોમેન્ટ બોક્સ મા પુછાજ કરીશું જ્યાં સુધી દાવત જવાબ નહિ આપે અથવા આ જીવ ના નામ પર લૂંટ બંધ નહિ કરી દે.
Next પરચો શનિવારે.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_14_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏