અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
મુમિનો, દાવત ની લૂંટ ની નવી ચાલ થી બચ જો. હફ્તા.
દાવત લૂંટવાની નવી નવી તરકીબ રોજ સોચે છે. એક નવી હાથમાં આવી છે, હફ્તા. આવો સમજીયે.
મુમીન ખુશી કે ગમી ના પ્રસંગે દાવત પાસે જાય છે ત્યારે હજારો માં માંગણી કરે છે. જયારે મુમીન એમ કહે કે મારા પાસે પૈસા નથી તો દાવત હફ્તા બાંધયાપે છે. એક ઉદાહરણ. જો ૫૦૦૦૦ ની લૂંટ કરી હોય તો ૨૦ હફ્તા બાંધયાપે, દર મહિને ૨૫૦૦. મુમીન તો ખુશ ખુશ થઇ જાય. પણ મુમીન એ સમઝતા નથી કે દાવત ને એની લૂંટ તો મળી ગઈ અને તમારા માથે દેવું ચડી ગયું.
આ નવી લૂંટ થી બચવા અમે એક સુઝાવ આપીયે છે. મુમિનો, તમે દાવત ને લૂંટી લો. હા, લૂંટેરાઓને લૂંટી લો. કેવી રીતે? દાવત જયારે હફ્તા બાંધયાપે તો તરત હા કહી દો. તમારું કામ નીકાળી લો. પછી હફ્તા આપવાનું બંધ કરી દો. ટાટા બાય બાય.
દાવત તમારું શું બગાડી લેશે. એ કઈ બેંક થોડી છે કે જેને પાસે લોન ના કાગળ હોય અને તમારા સામે કાનૂની કાર્યવાહી કરી શકે. દાવત જે હફ્તા બાંધયાપે છે એના કોઈ કાગળ ના હોય. એટલે તમે કહી શકો કે એવી હફ્તા ની કોઈ વાત નથી થઇ. દાવત કાગળ નહિ બનાવે કેમકે એતો Income Tax Department ને અપાય.
મુમિનો, દાવત હફ્તા આપી ને એમની લૂંટ ની રકમ તો લઈજ લે છે અને તમારા માથે દેવું ચડે છે. એટલે તમે હફ્તા બિલકુલ ના આપશો. લૂંટેરાઓને લૂંટી લો.
Next પરચો શુક્રવારે.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_11_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏