| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| દાવત, વાજેબાત ની કરોડો ની લૂંટ જમાત ને હજી સુધી પાછી કેમ મળી નથી? |
| મુમેનિન, અપને બધા હવે જાણી અને સમજી ગયા છે કે વાજેબાત જેવી કોઈ ચીઝ છેજ નહિ. અપને પર કોઈ ફર્ઝ્ નથી (વાજીબ નથી) કે અપને દાવત ને પૈસા આપીયે કેમ કે દાવત જમાત માટે કઈ જ નથી કરતી સિવાય કે નમાઝ પડાવે છે અને એના માટે મહિના નો પગાર હોવો જોઈએ. |
| જેવી રીતે સુન્ની જમાત માં હર એક મસ્જિદ વાસ્તે એક મૌલાના હોય છે જે નમાજ પઢાવે છે અને એ મૌલાના નો મહિના નો પગાર નક્કી હોય છે. કેમ કે આ દાવત ખાલી નમાઝ જ પઢાવે છે અને જમાત માટે બીજું કઈ નથી કરતી, એમનો પણ મહિના નો પગાર નક્કી કરી દઈએ. એક મસ્જિદ ના ૧૦૦૦૦ રૂપિયા. વડોદરા માં ૩ મસ્જિદ છે એટલે આખી જમાત તરફ થી દાવત ને સિર્ફ મહિના ના ૩૦૦૦૦ નો પગાર મળવો જોઈએ. એટલે વરસ ના ૩ લાખ ૬૦ હજાર રૂપિયા. ચાલો, રાઉન્ડ ફિગર કરીયે, વરસ ના ૪ લાખ રૂપિયા. |
| ગયા રમઝાન માં દાવતે ૬૦ લાખ ની વાજેબાત ની લૂંટ કરી છે. એટલે ૫૪ લાખ રૂપિયા વધારા ના લૂંટી ગયા. એ જમાત ને પાછા આપવા પડશે. દાવત બતાવો, ૫૪ લાખ રૂપિયા જમાત ને પાછા કેવી રીતે આપશો? હર એક મુમીન ને દેવડી પર બોલાવીને એની વાજેબાત ની લૂંટ પાછી આપશો કે online payment કરી દેશો? ૫૪ લાખ રૂપિયા પાછા તો આપવા જ પડશે. જાગૃતિ તમને છોડે નહિ. તમને સવાલ કરતા જ રહેશે કે વાજેબાત ની લૂંટ પાછી કેમ અને ક્યારે આપશો. |
| મુમિનો તમે પણ અમારો સાથ આપો. રોજ કોમેન્ટ મૂકીને દાવત ને પૂછો કે લૂંટેલી વાજેબાત પાછી ક્યારે મળશે? કોમેન્ટ માં લખો કે "બાવાસાબ મારી ૪૦૦૦ ની વાજેબાત પાછી લેવા દેવડી પર ક્યારે આવ?". તમે રોજ કોમેન્ટ મુકશો તો દાવત ના મગજ માં ઘુસી જશે કે વાજેબાત તો પાછી આપવી જ પડશે. તમે દાવત ને છોડશો ના, તમારી મહેનત નું ફળ જરૂર મળશે. |
| Next પરચો રવિવારે. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_14_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |