અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
જરૂરતમંદ મુમિનો, તમને દાવત તરફ થી ઝકાત મળે છે?
જમાત ના મુમિનો, અલ્લાહ ના ફરઝ ને અંજામ આપવા માટે, પોતાની ઝકાત દાવત ને આપે છે એ સમજીને કે દાવત એ ઝકાત પોતાના માટે રાખીને ખાય નહિ જાય અને એ ઝકાત જમાત ના ગરીબો અને જરૂરતમંદ મુમિનો સુધી પહોંચાડશે.
પણ અપને ખબર છે કે આ બનતું નથી અને દાવત મુમિનોએ આપેલી ઝકાત ખાઈ ને પોતાની તિજોરીઓ માં ભરે છે અને એના થી પોતાની કરોડો ની મિલ્કતો ખરીદે છે. આ વાત ને ઔર થોડી સચ્ચાઈ આપવા માટે અમે જમાત ના જરૂરતમંદ મુમિનો ને પૂછવા માંગીયે છે કે તમને દાવત તરફ થી ઝકાત મળે છે?
આ જાણવા માટે અમે વેબસાઈટ પર એક પેજ મૂકેલું છે જે નીચેની લિંક થી ખુલશે.
https://alavibohrajagruti.org/zakat.html
જે પણ મુમીન ને દાવત તરફ થી ઝકાત મળી હોય તે મુમીન ઉપર ની લિંક માં ઝકાત ની રકમ લખીને અમને મોકલે. અમે બીજા પરચા માં જણાવીશું કે કેટલી ઝકાત મુમિનો ને મળી છે. યાદ રાખજો, તમારી કોઈ પણ પહેચાન જેવી કે ફોન નંબર કે નામ અમને નહિ મળે. જેમ અમે કોમેન્ટ માં લખી ચુક્યા છે (કોમેન્ટ નંબર ૪૦) તે મુજબ અમને સિર્ફ તમારી ઈન્ટરનેટ આપતી કંપની નું IP Address મળશે જે અમને મદદ કરશે જાણવા માટે કે કોઈ બોગસ માહિતી તો નથી મોકલી ને.
તો મુમિનો, આનો ભરપૂર ઉપયોગ કરો અને અમને જણાવો કેટલી ઝકાત તમને મળી છે. આ માહિતી સાબિત કરી નાખશે કે દાવત ઝકાત ગરીબો ને આપે છે કે પોતે ખાય જાય છે.
Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે શનિવારે, સવાર માં.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_6_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏