| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| દાવત, વાજેબાત ની લૂંટ જમાત ને પાછી આપો |
| મુમિનો, અમે એક પરચા માં કહી ચુક્યા છે કે આ વર્ષે દાવત વાજેબાત ની ૬૦ લાખ ની લૂંટ કરશે. આ પરચા ની લિંક ખોલી ને વાંચો. |
| https://alavibohrajagruti.org/parchas/parcho_14_2_2026.html |
| બીજા એક પરચા માં અમે એમ સાબિત કરી ચૂકયા છે કે વાજેબાત હોય જ નહિ, આખી ઉપજાવેલી છે લૂંટ માટે. આ પરચા ની લિંક ખોલી ને વાંચો. |
| https://alavibohrajagruti.org/parchas/parcho_19_2_2026.html |
| જેવી રીતે કોઈ કંપની ખોટી રીતે લોકો પાસે થી પૈસા લૂંટી જાય અને કોર્ટ નો ચુકાદો એ કંપની ના વિરુદ્ધ આવે તો એ કંપની ને લૂંટ ના પૈસા લોકો ને પાછા આપવા પડે. આ દુનિયા નો કાયદો છે, દસ્તુર છે. |
| અપને એ સાબિત કરી ચૂકયા છે કે વાજેબાત જેવી કોઈ ચીઝ છેજ નહિ. દાવત જમાત માટે કઈ જ નથી કરતી સિવાય કે નમાઝ પડાવે છે અને એના માટે મહિના નો પગાર હોવો જોઈએ. અમે અલવી જમાત ટ્રસ્ટ ને દરખાસ્ત કરીયે છે કે દાવત નો મહિના નો એક મસ્જિદ નો નમાઝ પાડવા માટે ૧૦૦૦૦ રૂપિયા પગાર નક્કી કરો. વડોદરા માં ૩ મસ્જિદ છે, એટલે એમને મહિના નો ૩૦૦૦૦ રૂપિયા પગાર બાંધી આપો. આ મહિના ના ૩૦૦૦૦ પગાર ઉપરાંત એક રૂપિયો પણ દાવત ને આપવાનો નહિ. |
| આ વાજેબાત જેવું કઈ છેજ નહિ, આ ખાલી લૂંટ છે. જયારે એ સાબિત થઇ ચૂક્યું છે તો દાવત, આ વાજેબાત ના નામ પર હમણાં સુધી ના લૂંટેલા પૈસા જમાત ને પાછા આપો. આ કાયદો છે અને એનું પાલન કરો. મુમિનો, જબરદસ્ત વિરોધ કરો અને તમારી પોતાની કમાઈ જે વાજેબાત ના નામ પર દાવત લૂંટી ગઈ છે તે પાછા માંગો. હર એક મુમીન દેવડી પર જાય અને પોતાની લૂંટ ની રકમ પાછી લઇ લે. |
| Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે બુધવારે, સવાર માં. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_6_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |